ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું.???
ધોરણ ૧૦ પછી શું કરવું…?????
આ સવાલના જવાબમાં એટલું જ કહી શકાય કે આપની પાસે ઘણા બધા વિકલ્પો છે અને આપ ધારો તો આકાશને પણ ચૂમી શકો એટલી બધી શક્યતાઓ છે જ.
🕹️ અંગ્રેજીમાં શબ્દપ્રયોગ છે. ‘Sky is the limit’ શું આકાશને સીમાડાઓ છે ખરા…??? જેમ આકાશને પણ ચૂમી શકો તેટલી શક્યતાઓ છે.
ધોરણ ૧૦ પછી પસંદગી માટે સમગ્ર આકાશ ખુલ્લું છે અને આપની પાસે છે આકાશની માફક અમાપ, અસીમિત શક્યતાઓ અને વિકલ્પો… ગણ્યા ગણાય નહીં તેટલાં સપનાંઓ આપની પાસે છે. તો આ સપનાંને સાકાર કરી બતાવવાની શક્યતા અને શક્તિ પણ આપના જ હાથમાં છે.
-:પસંદગીના વિકલ્પો:-
📒ધોરણ ૧૦ પાસ કર્યા પછી આપણી સમક્ષ કયા કયા મુખ્ય વિકલ્પો છે તે પર નજર કરીએ તો
📒ધોરણ ૧૧-૧૨ – Higher Secondary માં એડમિશન મેળવવું. અહીં પણ વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય પ્રવાહ (વિનયન-વાણિજ્ય), ઉત્તર બુનિયાદી પ્રવાહ એવા વિકલ્પો છે.
📒ધોરણ ૧૦ પછીના વ્યવસાયલક્ષી ડિપ્લોમાં અભ્યાસક્રમો (ડિપ્લોમાં ઇન એકાઉન્ટન્સી, ડિપ્લોમાં ઇન બૅન્કિગ, ડિપ્લોમાં ઇન હોમસાયન્સ ઇત્યાદિ) માં એડમિશન મેળવવું.
📒ધોરણ ૧૦ પછીના ટેકનિકલ ડિપ્લોમાં અભ્યાસક્રમોમાં (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ, મેટલર્જી, કેમિકલ, પ્લાસ્ટિક, પ્રિન્ટિગ, ફેબ્રિકેશન, હોમસાયન્સ, કોમર્શિયલ પ્રેકટિસ, માઇનિંગ, સિરેમિક, ટેક્ષ્ટાઇલ મેન્યુફેક્ચરિંગ/ટેકનોલોજી ઇત્યાદિ ક્ષેત્રોમાં) પ્રવેશ મેળવવો. આ ડિપ્લોમાં અભ્યાસક્રમો સરકારી પૉલિટેકનિકો/સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે લઇ શકે છે
📒ધોરણ ૧૦ પછી આપના માટે નોકરીની પણ કેટલીક સારી તકો છે જ – જો આપ આગળ અભ્યાસ કરી શકો તેવા સંજોગો ન હોય તો…
“આપ ખાનગી ઉમેદવાર તરીકે પણ – ઘરે રહીને પણ – આગળ અભ્યાસ કરી શકો”
ધોરણ ૧૨ પછી શું કરવું…?????
🔷ધોરણ-૧૨ આર્ટસ પછીના કોર્સ
આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ તમે પાસ કરેલ હોય તો તમારા માટે એક એકથી ચડિયાતા ઘણા અભ્યાસક્રમો છે. આપણે તેની યાદી બનાવીએ
🔷મેરીટના આધારે એડમિશનઃ
પ્રવેશ પરિક્ષા આપ્યા વગર ધોરણ ૧૨ આર્ટસમાં તમે મેળવેલા માર્કસના આધાર પર તમને એડમિશન મળી શકે તેવા અભ્યાસક્રમોનું લિસ્ટઃ (૧) કોઇ વિષય સાથે બી.એ. અર્થાત બેચલર ઓફ આર્ટસનો કોર્સ (૨) બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન-બી.બી.એ. નો કોર્સ (૩) હોટલ મેનેજમેન્ટનો કોર્સ (૪) બેચલર ઓફ સોશ્યલ વર્ક-બી.એસ.ડબલ્યુ. (૫) બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ- બી.આર.એસ. નો કોર્સ (૬) હોમ સાયન્સનો બેચલર ડીગ્રીનો કોર્ષ (૭) ફેશન ડિઝાઇનરનો બેચલર ડિગ્રીનો બેચલર કોર્સ (૮) બેચલર ઓફ ફાઇન આર્ટ-BPA નો કોર્સ (૧૧) જનરલ નર્સિગનો કોર્સ (૧૨) આયુર્વેદિક નર્સિગનો કોર્સ (૧૩) પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી. નો કોર્સ (૧૪) પ્રથામિક સ્કુલમાં ડ્રોઇંગ ટીચર બનવા માટે આર્ટ ટીચર ડિપ્લોમાનો કોર્સ (૧૫) પ્રાયમરી સ્કુલમાં વ્યાયામશિક્ષક બનવા સી.પી.એઙનો કોર્સ (૧૬) સંગીતવિશારદનો કોર્સ (૧૭) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો CPT કોર્સ (૧૮) કંપની સેક્રેટરીનો ફાઉન્ડેશન કોર્સ (૧૯) કોસ્ટ એકાઉન્ટનો ફાઉન્ડેશન કોર્સ (૨૦) હાઇસ્કુલમાં વ્યાયામશિક્ષક બનવા માટે બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન -બી.પી.ઇ. નો કોર્સ (૨૧) ઇન્ટિરીયર ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ-ગુજરાતમાં અને ગુજરાત બહાર. (રર) BABEd ઇન્ટીગ્રેટેડ
🔷પ્રવેશ પરીક્ષા આપીને એડમિશન મળે તેવા કોર્સ :
ધોરણ-૧૨ આર્ટસ પછી કેટલાક કોર્સ એવા છે જેમાં એડમિશન મેળવવા માટે એન્ટ્રસ ટેસ્ટ આપવાની હોય છે. પ્રવેશ પરીક્ષામાં સફળ થઇએ તો એડમિશન મળી શકે તેવા કોર્સનું લિસ્ટ: (૧) નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT ના કોર્સ ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન, ડિપ્લોમા ઇન એસેસરી ડિઝાઇન, ફેશન ડિઝાઇન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીનો કોર્સ -FDIT જેવા નિકટના ધોરણ ૧૨ પછી ના ડિપ્લોમા અભ્યાસક્રમો (૨) અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાઇન-NID ના ધોરણ ૧૨ પછી ચાર વર્ષના ડિઝાઇન ફિલ્ડના વિવિધ કોર્સ (૩) યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC દ્વારા લેવામાં આવતી નેશનલ ડિફેન્સ એકેડેમી -NDA ની એકઝામ આપી આર્મીમાં (ભૂમિદળમાં) ઓફિસર બનવા માટેની આર્મીની કોલેજમાં એડમિશન (૧૪) વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતો બી.બી.એ. નો કોર્સ (૫) બેચલર ઓફ ફાઇન આર્ટ – BFA નો કોર્સ વડોદરા કે મુંબઇમાં (૬) ભારત સરકારની ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીમાં ચાલતો B.Sc. ઇન હોટલ મેનેજમેન્ટનો કોર્સ-ગાંધીનગર પાસે આવી એક સંસ્થા આવેલી છે. (૭) મ્યુઝિક, ડ્રામા, ડાન્સનો બેચલર ડિગ્રી કોર્સ-વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં (૮) મુંબઇમાં બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ-BMS નો કોર્ષ (૯) નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરનો LLB કોર્સ (૧૦) નેશનલ ફાયર કોલેજનો સબઓફિસર કોર્સ વિગેરે
🔷ધોરણ-૧૨ (સાયન્સ પ્રવાહ) પછીના કોર્સ:-
કયા કોર્સમાં એડમિશન લેવું….?????
બધા ફોર્મ ભરવાઃ ધો. ૧૨ સાયન્સનું રિઝલ્ટ આવે ત્યાર પછી જેના ફોર્મ ભરવાની જાહેરાત આવે તે બધાં ફોર્મ ભરવાં. એડ્ મિશન ટેસ્ટ હોય એની જાહેરાત રિઝલ્ટ પહેલા કે તેનાથી પણ વહેલા આવતી હોય છે. તેમાંથી ગુજરાતમાં ચાલતા કોર્સનાં ફોર્મ અચુક ભરવા. બી.એસસી. નું ફોર્મ પણ ભરવું અને એફ.વાય,બી.એસસી. માં એડ્ મિશન પણ લઈ લેવું.
પંસદગીનો ક્રમઃ
ધો. ૧૨ સાયન્સ પછી ગુજરાતમાં ચાલતા કોર્સની વાત કરીએ એ તો ટોપ ટેન અને ટોપ ટ્વેન્ટી કોર્સ આ પ્રમાણે ગણાય. ટોપ ટેનમાં (૧) એમ.બી.બી.એસ – મેડિકલ (૨) ડેન્ટલ માં બી.ડી.એસ. (૩) બેચરલ ઓફ ફાર્મસી એટલે કે બી.ફાર્મ (૪) ઈલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં કે ઈલેક્ટ્રોનિકસમાં બી.ઈ. ડિગ્રી કોર્સ (૫) કમ્પ્યુટર એન્જિનિયરિંગ (૬) CEPT માં ચાલતા કોર્સમાં ઈન્ટિરિયર ડિઝાઈન, આર્કિટેકચર અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના કોર્સમાંથી કોઈપણ કોર (૭) ઈન્ફર્મેશન ટેક્ નોલોજી આઈટીનો ડિગ્રી કોર્સ (૮) આયુર્વેદમાં બી.એ.એમ.એસ. (૯) બેચલર ઓફ ફિઝિયોથેરાપી (૧૦) મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ. (ગુણ A, B અને AB મુજબ)
ટોપ ટ્વેન્ટી કોર્સઃ
ટોપ ટેન કોર્સની યાદી પ્રમાણેના દસ અભ્યાસક્રમો પછી આગળ ક્રમ આ પ્રમાણે રખાય (૧૧) પેટ્રોલિયમ્સમાં બી.ઈ. (૧૨) ફુડ પ્રોસેસિંગ એન્ડ ટેક્ નોલોજીમાં બી.ઈ. (૧૩) વેટરનટી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડર – પશુઓના ડોકટરનો કોર્સ કે જે એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ચાલે છે. (૧૪) આણંદમાં ચાલતો ડેરી ટેકનોલોજીનો ડિગ્રી કોર્સ (૧૫) આયુર્વેદમાં બેચલર ફાર્મસી (૧૬) બાયોમેડિકલ એન્જિનિયરિંગ (૧૭) એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ (૧૮) કેમિકલ એન્જિનિયરિંગ બી.ઈ. (૧૯) બી.એસસી.નર્સિંનો કોર્સ (૨૦) હોમિયોપથીનો ડિગ્રી કોર્સ બી.એચ.એમ.એસ.
ધોરણ ૧૨ આર્ટસ પછી શું…?????
હાલ કોરોના મહામારીમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દિધેલ છે તો આ વખતે મુશ્કેલી વધી જાય છે. તો આ આગળની માહિતી તે અંગે ગણી ઉપયોગી રહેશે….
🔊 ધોરણ ૧૨ આર્ટસ પછીની કારકિર્દીનું માર્ગદર્શન
🔊 ગુજરાત ગવર્મેન્ટની અગત્યની WEBSITES
🔊 GUJARAT EDUCATION GOV WEBSITE
🔊 ONLINE LINKS
🔊માર્ગદર્શક વિડીઓ
🔊 કારકિર્દીનું માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૧ (LETEST PDF)
ઉપર મુજબની માહિતી મેળવવા માટે આપેલ link પર click કરો
Very Useful
thank you sir….
Jordar 👌👌👌. keep it up.
thank u uma
Very nice bhai keep it up