CLICK ON TOPICS
કયુ માસ્ક પહેરવું વધુ હિતાવહ છે…????
-
સર્જિકલ માસ્ક
-
કાપડનું માસ્ક
-
N – 95 માસ્ક
કોરોનાની બીજી લહેર એટલી ગંભીર છે કે લોકોને ઘરે રહીને પણ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે.
બજારમાં વિવિધ પ્રકારના માસ્ક ઉપ્લબ્ધ છે.
પરંતુ આ બધામાંથી કયુ માસ્ક વધુ અસરકારક છે.
તે આજે આપણે જાણીશુ. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે.
બીજી તરફ હજારો લોકોની કોરોનાથી મોત થઈ છે.
તેવામાં મહામારીથી લડવા માટે ફેસ માસ્ક ખુબ જ મદદગાર છે.
તે જ એક કારણ છે કે કોરોના કાળમાં માસ્કનો વપરાશ ખુબ વધી ગયો છે.
સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય સાબિત થયું છે.
સર્જિકલ માસ્કઃ-
સર્જિકલ માસ્કને મેડિકલ માસ્ક પણ કહેવાય છે. આ માસ્ક પેપર જેવા સિન્ટેટિક ફાયબરનું બનેલું હોય છે. જેમાં શ્વાસ ખુબ જ સરળતાથી લેવાઈ શકાય છે. આ એક ડિસ્પોઝેબલ માસ્ક છે
જેનો ઉપયોગ માત્ર એક જ વખત થાય છે. આ એક ઢીલુ માસ્ક છે જે પહેરવાવાળા અને સંક્રમિત વ્યક્તિની આસપાસ સંભવિત કંટેઈન્મેન્ટ વચ્ચે ફિઝિકલ બેરિયર પૈદા કરશે.
જો આ માસ્કને બરાબર રીતે પહેરવામાં આવે તે આ માસ્ક મોટી કણ , છાંટાને રોકવા માટે મદદ રૂપ થશે. જોકે આ માસ્કનનું મટીરિયલ ઢીલુ હોવાથી નાના પાર્ટીકલ્સ હજુ પણ માસ્કની અંદર ધુસી શકે છે.
લોકો સર્જીકલ માસ્ક એટલે પસંદ કરે છે કારણ કે તેનામાંથી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી.
કપડાના માસ્ક:-
કપડાના માસ્ક પ્રાકૃતિક સિંથેટિક મટીરિયલના બનેલા હોય છે . માસ્ક ડ્રોપલેટ ઍને 8 ફૂટથી 2.5 ઈંચ સુધી ઓછા કરે છે . ઘર પર તૈયાર થયેલા ક્લોથ માસ્કની પ્રભાવશીલતા મોટા પ્રમાણે તેની ડિઝાઈન પર નિર્ભર કરે છે.વિશેજ્ઞોના જણાવ્યા અનુસાર આપની સિસ્ટમમાં વાયરસને પ્રવેશ કરતા રોકવા માટે લેયર્ડ કોટન ક્લોથનો ઉપયોગ કરી શકાય છે . જોકે તેની પર સંપૂર્ણ ભરોસો ના કરી શકાય . કારણ કે વાયરસના નાના એરોસોલ તેનામાંથી જઈ શકે છે .
માસ્ક કેવા અને કેમ પહેરવાં.?? how-and-why-to-wear-mask
N-95 માસ્કઃ-
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આ સૌથી શ્રેષ્ઠ માસ્ક છે . N95 માસ્કને રેસ્પિરેટર તરીકે પણ ઓળખાય છે . N95 એક ટાઈટ સીલ ફેસ માસ્ક છે . જે 95 ટકા સુધી કણોને રોકવા માટે સક્ષમ છે . તે અન્ય માસ્ક કરતા વાયરસને અંદર આવતા રોકવા માટે વધુ સક્ષમ છે. એન -95 માસ્ક મોંઘાં છે અને બધા લોકો તેને નથી ખરીદી શકતાં. પરંતુ ડૉ . કંગ જણાવે છે કે વાલ્વ વગરના એન -95 માસ્ક સૌથી વધારે સુરક્ષિત હોય છે . જોકે , તમે એન -95 અથવા સર્જિકલ માસ્ક બહુ વ્યવસ્થિત રીતે પહેરો તે બહુ જરૂરી છે ડૉ . હિમાંશુ કહે છે કે માસ્ક નાકથી નીચે ઊતરી ન જાય તેનું ધ્યાન રાખો. માસ્ક નાકથી નીચે લટકતું હોય અને વ્યવસ્થિત રીતે પહેર્યું ન હોય તો તેનો કોઈ ફાયદો નથી. આ લેખમાં ડૉ . ગગનદીપ જણાવે છે કે માસ્ક લગાવ્યા પછી તમારાં ચશ્માં પર ધુમ્મસ છવાઈ જાય તો તેનો અર્થ એ થયો કે માસ્ક યોગ્ય રીતે નથી પહેર્યું. એટલે કે ચશ્માંના નીચેના ભાગમાંથી હવા માસ્કની બહાર નીકળી રહી છે. તેથી માસ્ક પર નોઝ પિસ હોય તો તે નાક પર યોગ્ય રીતે ફિટ થાય તે જરૂરી છે.
ઘરમાં માસ્ક પહેરવું કે નહિ.???
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં માસ્ક પહેરવામાં કોઈ નુકસાન નથી. જોકે થોડો ઘણો ફાયદો થશે ,
કારણકે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હવે આખેઆખા પરિવારોને કોરોના થઈ રહ્યો છે. ગુરુગ્રામસ્થિત ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વેક્યુલર અને એન્ડોવેક્યુલર સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર હિમાંશુ વર્માએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે : ” ભારત અત્યંત ગીચ વસતી ધરાવતો દેશ છે. ખાસ કરીને દિલ્હી સહિત ઘણી જગ્યાએ એક – એક ઘરમાં અને કેટલીક જગ્યાએ એક જ રૂમમાં ઘણા બધા લોકો એકસાથે રહેતા હોય છે. ” તેઓ કહે છે કે આ વખતે કોઈને કોરોનાનો ચેપ લાગે તેવી શક્યતા વધારે છે.
ડૉ . હિમાંશુ વર્માએ જણાવ્યું , ” તમારા ઘરમાં કોઈને કોરોના થયો હોય તો માસ્ક પહેરવું જ પડે. પરંતુ કોઈને કોરોના ન હોય તો પણ ગીચ વિસ્તારમાં અથવા બહુમાળી ઇમારતમાં રહેનારા લોકોએ ઘરમાં માસ્ક પહેરવું જોઈએ. “દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ ઍપોલો હૉસ્પિટલમાં રેસ્પિરેટરી અને ક્રિટિકલ કેરના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ . રાજેશ ચાવલાએ બીબીસીને જણાવ્યું કે તેમણે પહેલેથી જ લોકોને આ અંગે સલાહ આપવી શરૂ કરી દીધી હતી. ડૉ . રાજેશ ચાવલા જણાવે છે , ” કોઈ વ્યક્તિ ઘરમાંથી બહાર જતી ન હોય તો વાંધો નથી. પરંતુ કોઈ એક વ્યક્તિ બહાર જતી હોય તો તે પણ બહારથી કોરોનાનો ચેપ લાવી શકે છે. ” શક્ય છે કે વ્યક્તિ પોતે ઍસિમ્પ્ટમેટિક હોય પરંતુ ઘરના બાકીના સભ્યોને તે ચેપ આપી શકે. તેથી આમ કરવું બહુ જરૂરી છે.
” ડૉક્ટરોની સલાહ છે કે જે ઘરના લોકો બહાર નથી જતા અથવા કોઈ ખુલ્લી જગ્યામાં રહેતા હોય તથા બીજા લોકો સાથે સંપર્કમાં આવવાની શક્યતા ઓછી હોય ત્યાં ઘરમાં માસ્ક પહેરવું એટલું જરૂરી નથી.
પરંતુ ઘરના કોઈ પણ સભ્ય બહારની વ્યક્તિ સાથે સંપર્કમાં આવતા હોય તો તેમણે ઘરમાં માસ્ક પહેરવું જોઈએ.
ડબલ માસ્ક કઈ રીતે પહેરવાં
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો . હર્ષવર્ધને તેના ઓફિશિયલ ટિર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે ડબલ માસ્ક ( Mask ) જ આપણને કોવિડ -19 ના નવા ટ્રેનથી અને આવનારી ત્રીજી લહેરથી બચાવી શકે છે. આ માટે તમારે સર્જિકલ માફ અને કોટન માફ એક સાથે પહેરવા જોઈએ અને તમારે એક જ પ્રકારનાં બે માસ્કનો ઉપયોગ ન કરવો જોઇએ. ચાલો જાણીએ સાચી રીત….
1 પ્રથમ સર્જિકલ માસ્ક ( Mask ) લો અને તેને મધ્યથી અંદરની તરફ ફોલ્ડ કરો .
2 હવે તેના બંને છેડા અલગથી બાંધી લો .
3 હવે સર્જિકલ માસ્કની બંને બાજુના બાય ભાગને અંદરની તરફ ફોલ્ડ કરો .
4 આ પછી , પ્રથમ આ સર્જિકલ માસ્ક પહેરો .
5 હવે તેના ઉપર તમારા કોઈપણ સુતરાઉ માસ્ક પહેરો. આ સિવાય તેમણે કહ્યું હતું કે ડબલ માસ્ક એટલે કે સર્જિકલ સાથે કોટન માસ્ક પહેરી શકાય પરંતુ કોટન સાથે કોટન એક એકસરખા માસ્ક ના વાપરો. તેમજ આ ઉપરાંત N – 95 માસ્ક સાથે ડબલ માસ્ક પહેરશો નહીં….
માસ્ક કેવા અને કેમ પહેરવાં.?? how-and-why-to-wear-mask
કઈ વેક્સીન આપના માટે સારી તે જાણવા નીચેની link પર click કરો
https://en.wikipedia.org/wiki/Main_Page
Waw……it’s really nice ….. good work
thank u mem 🙏 biji pan post joso tevi asha…
It’s really nice and helpful.,…. good job
thank u mem 🙏
Really great work