હે ભોળાનાથ
MAHADEV SHIV SHANKAR
હે ભોળાનાથ, વિષધારી હો,
ત્રિકાળ દર્શી વાણી હો.
સ્વયંભુ તારું નિર્માણ હો,
ત્રિનેત્ર વાળું ઉપનામ હો.
ભાલે તિલક, ચંદ્ર હો,
ડમરું કેરો નાદ હો.
કૈલાશ રૂડું ધામ હો,
શિવગણ નો આવાસ હો.
ચાર ધામમાં સ્થાન હો,
સર્વત્ર તારો સાથ હો.
ભસ્મનું આવરણ હો,
અમરનાથ સાક્ષાત હો.
શ્રાવણનો મહિમા હો,
અભિષેક થી આહવાન હો.
સતીનો સાથ હો,
ગજાનન નું માન હો.
ચરણમાં ભક્તોનું સ્થાન હો,
નંદીનું પણ વિશેષ કામ હો.
સામાન્ય છે વેશ તમારો,
શિવ મંત્રથી જાપ તમારો.
ભક્તોના દુઃખ દૂર હો,
દેવાધિદેવ ની કૃપા હો.
MAHADEV SHIV SHANKAR
BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)
SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)