ખડખડ વહેતું જાય ઝરણું…

-:વહેતું ઝરણું:-

ખડખડ વહેતું જાય ઝરણું, ડગમગ વહેતું જાય ઝરણું.

દિલમાં ઘણી ઇચ્છાઓ સમાવી, ખડખડ વહેતું જાય.

રસ્તામાં આવે શીલાઓ, આવે મોટા પર્વત,

નહિ રોકાવું, નહિ રોકાવું કરતુ કહેતું જાય.

રસ્તામાં આવે તેના જેવા ઝરણાં,

તેનાથી ના થઇ નારાજ હરખાતું વહેતું જાય.

ચાલો મારી સાથે શોધવા જીવન લક્ષ્ય,

એમ કહી ઇચ્છાઓ જગાડે બીજા ઝરણામાં.

ખડખડ વહેતું ચાલે, છાલકો મારતું ચાલે.

રસ્તામાં આવતાં સૌ ઝરણાને પોતામાં સમાવતું.

મોટું બનતું જાય ઝરણું આગળ-આગળ જાય.

જેમ તૂટે એક લાકડી, તૂટે ના સો,

એવું જ સંગઠન સૌનું કરતુ જાય.

લઇ ચાલ્યું કહ્યા વિના, માછલા, મોતી અને રૂપાળાં પથ્થર.

થયો વિકાસ એનો, બની મોટી જીવસુષ્ટિ.

કોઈનો બન્યો માર્ગ તો કોઈને મળ્યું જળ.

છેલ્લે બોલ્યું મીઠા બે બોલ,

મંજિલનું લક્ષ્ય હોય જીવનમાં, ના થઈશ નારાજ ક્યારેય.

આનંદ હશે તારા હૃદયમાં, ના થઈશ વ્યાકુળ ક્યારેય.

 

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

Related Post

One Reply to “ખડખડ વહેતું જાય ઝરણું…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *