માનવ ગરિમા યોજના ૨૦૨૧

માનવ ગરિમા યોજના

મુદ્દા 

  1. માનવ ગરિમા યોજનાનો હેતુ
  2. કોને સહાય મળવાપાત્ર થાય
  3. સહાય મેળવવાની શરતો અને પાત્રતા
  4. માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા
  5. માનવ ગરિમા યોજના સહાયનું ધોરણ
  6. માનવ ગરિમા યોજનામાં ક્યા-ક્યા ટ્રેડ માટે સાધન સહાય
  7. માનવ ગરિમા યોજના સહાય માટેના Document
  8. Manav Garima Yojana Official Website
  9. માનવ ગરિમા યોજના ફોર્મ pdf

 

માનવ ગરિમા યોજનાનો હેતુ

રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ,વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી તેઓ પોતાનું જીવન સન્માનપૂર્વક તેમજ ગરિમાપુર્ણ જીવી શકે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ લોકો નાના વ્યવસાયો તથા સ્વ-રોજગારી મેળવીને આર્થિક પગભર બને તે હેતુથી Manav garima yojana Gujarat માં અમલમાં મૂકવામાં આવેલ છે.

 

કોને સહાય મળવાપાત્ર થાય

  • અનુસુચિત જાતિના લોકો
  • અનુસુચિત જાતિના લોકો અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવક મર્યાદા નથી.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને
  • આર્થિક રીતે પછાત વર્ગના
  • વિચરતી અને વિમુક્ત જાતિના લોકો
  • લઘુમતી જાતિના લોકોને

 

સહાય મેળવવાની શરતો અને પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. દરેક યોજનાનો લાભ લેવા માટે શરતો અને માપદંડો નક્કી કરેલા છે. Manav Garima Yojana 2021 in Gujarati માં માહિતી રજૂ કરવામાં આવે છે. તથા માનવ ગરિમા યોજના માટે શરતો અને પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થીની વયમર્યાદા(Age) 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો ફરીથી આ યોજનાનો લાભ મળશે નહિ.

માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- (એક લાખ વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- (દોઢ લાખ) નક્કી થયેલી છે.
  • અનુસુચિત જાતિ(SC) પૈકી અતિ-પછાત જ્ઞાતિ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.

માનવ ગરિમા યોજના સહાયનું ધોરણ

માનવ ગરિમા યોજના 2021-22 હેઠળ વિવિધ 28 પ્રકારના વ્યવસાય(Trade) માં સહાય મળે છે. આ વ્યવસાય કરવા માટે 25,000 (પચ્ચીસ હજાર) ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય (Toolkit) આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજનામાં ક્યા-ક્યા ટ્રેડ માટે સાધન સહાય

માનવ ગરિમા યોજના online ફોર્મ ભરાય છે. સ્વરોજગાર અને વ્યવસાયઓ માટે Manav garima yojana 2021 list જાહેર કરેલ છે. કુલ-28 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે કે નીચે મુજબ છે.

● કડિયાકામ

● સેન્‍ટીંગ કામ

● વાહન સર્વિસીંગ અને રિપેરીંગ

● મોચીકામ

● દરજીકામ

● ભરતકામ

● કુંભારીકામ

● વિવિધ પ્રકારની ફેરી

● પ્લમ્બર

● બ્યુટી પાર્લર

● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

● ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ

● સુથારીકામ

● ધોબીકામ

● સાવરણી સુપડા બનાવનાર

● દુધ-દહી વેચનાર

● માછલી વેચનાર

● પાપડ બનાવટ

● અથાણા બનાવટ

● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

● પંચર કીટ

● ફ્લોર મીલ

● મસાલા મીલ

● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો માટે)

● મોબાઈલ રિપેરીંગ

● પેપર કપ અને ડીશ બનાવટ (SakhiMandal)

● હેર કટીંગ (વાળંદ કામ)

● રસોઈકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

 

માનવ ગરિમા યોજના સહાય માટેના Document

  • આધાર કાર્ડ (Adhar Card)

● રેશન કાર્ડ (Ration Card)

● રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચૂંટણીકાર્ડ પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)

● અરજદારની જાતિનો દાખલો (Caste Certificate)

● વાર્ષિક આવકનો દાખલો (Income Certificate)

● અભ્યાસનો પુરાવો (હોય તો)

● બાંહેધરીપત્રક (નોટરી કરેલું સોગંદનામું)

● એકરારનામું

Manav Garima Yojana Official Website

ગુજરાત સરકારના Social Justice & Empowerment Department દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના Online Form ભરવા માટે સરકારની અધિકૃત વેબસાઈટ જાહેર કરેલ છે. 

online website link

આ વેબસાઈટ દ્વારા manav garima yojana online form ભરી શકાશે.

 

અનુસુચિત જાતિના લોકો માટેનું ફોર્મ (CLICK HERE)

સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના, આર્થિક રીતે પછાત વર્ગના, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી જાતિના લોકો માટેનું અરજી ફોર્મ નીચે આપેલ છે.

અરજી ફોર્મ (CLICK HERE)

Leave a Comment