હનુમંતા
હનુંમંતા, હનુંમંતા, અંજની પુત્ર હનુંમંતા,
વાયુદેવના સુત, રામચંદ્રમાં કૃત.
રામાયણનું વર્ણન કરો, હનુમંત વિના ન ધ્યાન ધરો.
રામના છે દાસ તમે, કૃતાર્થ થયા આજ અમે.
સઘળા દુઃખો દૂર કરો, બજરંગબલી નું આહવાન કરો.
કુદ્રષ્ટિ થી દૂર થવાય, હનુમંત કેરો મંત્ર જપાય.
મારુતિ નંદન નામ છે મોટું, જગમાં નહિ થાય ક્યાંય ખોટું.
સળગી લંકા એકલ હાથે, બન્યાં વિરાટ રામને કાજે.
અયોધ્યાકાંડ, લંકાકાંડ ના સાક્ષી બન્યા, કળીયુગમાં પણ સક્ષાત રહ્યા.
અજય-અમર રહ્યા સૌને કાજે, વાંચો ચાલીસા ભવિષ્ય માટે