એલોવેરાના ફાયદા

-‌:એલોવેરા:-

વધતી વયના લક્ષણ મહિલાઓમાં અકાળે જોવા મળતા હોયતો એલોવેરાનો ઉપયોગ શરૂ કરવાથી ફાયદો થાય છે . એલોવેરાના વપરાશ કરતી વખતે ડોકટરની સલાહ અવશ્ય લેવી. તેમજ પહેલા એલોવેરાની હાથ પર ટેસ્ટ કરી લેવો.

  • કરચલી:- 

એલોવેરામાં એન્ટી ઓક્સિડન્ટસની ભરપુર માત્રા સમાયેલી હોય છે . તે ત્વચા પરની કરચલીઓને સાફ કરવાનું કામ કરે છે . તે એક કુદરતી ઉત્તમ એન્ટિ એજિંગ પ્રોડકટ છે. વધતી વયનો પ્રભાવ ઓછો કરવા માટે એલોવેરાનો રસ કાઢી તેમાં જૈતૂનનું તેલ ભેળવી ચહેરા પર માસ્કની માફક લગાડવું . ૩૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. નિયમિત કરવાથી ત્વચા યુવાન જોવા મળે છે.

  • સુંદરતાના નિખાર:-

એલોવેરા એક ઉત્તમ ક્લિન્જરનું કામ કરે છે. તે ત્વચાના ઉપલા પડમાં રહેલી ગંદકી અને મૃત ત્વચાને બહાર કાઢે છે. જેથી ત્વચા સ્વચ્છ લાગે છે. એલોવેરા જેલ ન હોય તો એલોવેરાની એક દાંડી લઇ તેને વચમાંથી કાપી તેના ગરનો ઉપયોગ કરવો.

  • ખીલમાં ઉપયોગી:-

 એલોવેરામાં એન્ટી માઇક્રોબિયલ ગુણ સમાયેલા છે. જે ખીલને દૂર કરવામાં ઉપયોગી છે. ખીલ પર બેકટેરિયા અને ફંગલ ઇન્સેકશનની તકલીફ નહીં હોય તો આ ઉપાય કારગર નીવડે છે . તેના જેલને ખીલ પર લગાડવાથી રાહત થાય છે. એલોવેરાના પાનનો રસ કાઢીને ચહેરા પર લગાડવો . પછી બરફથી મસાજ કરવો અને ચહેરો ધોઇ નાખવો . નિયમિત કરવાથી ખીલની સમસ્યા ઓછી થાય છે.

  • ત્વચાને નમી આપવા માટે:-

એલોવેરા ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. તે એક બહુ સારું મોઇશ્ચરાઇઝર છે. કોઇપણ પ્રકારની ત્વચા માટે  તેનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરાને મોઇશ્ચરાઇઝરની માફક ઉપયોગ કરવા માટે રાતના સૂતા પહેલા એલોવેરાના પાનનો રસ કાઢી લેવો અને હળવા હાથે આ રસથી ત્વચા પર માલિસ કરવું નિયમિત કરવાથી ત્વચા મુલાયમ રહેશે.

  • ડાઘ ધાબા દૂર કરે છે:-

એલોવેરા જેલને ત્વચા પરના ડાઘ – ધાબા પર લગાડવામાં આવે તો તે આછા થઈ જાય છે તેમજ નિયમિત ઉપયોગ કરવાથી લાંબા સમયે ડાઘ – ધાબા દૂર થાય છે.

  • વાળ માટે ફાયદાકારક:-

એલોવેરા ત્વચાની સાથે સાથે વાળની પણ કાળજી રાખે છે.  તે વાલની નમી જાળવી રાખે છે તેમજ વાળને પોષણ આપે છે. તેમાં વિટામિન એ , સી , ઇ , બી ૧૨ , ફોલિક એસિડ અને અન્ય ગુણો સમાયેલા છે.

  • ગર્ભાવસ્થા દરમિયાન:-

ગર્ભાવસ્થા દરમિયાન પેટ પર સ્ક્રેચ માર્કસ પડી જતા હોય છે તેને આછા કરવા માટે એલોવેરાના રસમાં થોડું ગુલાબજળ ભેળવી હળવા હાથે સ્ટ્રેચ માર્કસ પર લગાડવું. ૧૫ – ૨૦ મિનીટ પછી ધોઇ નાખવું. આ નુસખો નિયમિત કરવાથી સ્ટ્રેચ માર્કસ દૂર થાય છે.

  • સનબર્ન દૂર કરે છે:-

સૂર્યના આકરા કિરણોએ ત્વચાને બાળી નાખી હોય તો તેનાથી રાહત પામવા માટે એલોવેરાના પાનનો રસ કાઢીને ચહેરા પર લગાડવો. સુકાઈ જાય પછી ચહેરાને તાજા પાણીથી ધોવો. તેમાં લીંબુનો થોડો રસ પણ મેળવી શકાય છે . નિયમિત કરવાથી ત્વચા મુલાયમ તેમજ ગ્લોઇંગ કરતી થશે.

ALSO READ  શું તમે જાણો છો કેરી ખાવાના ફાયદા અને નુકશાન.??

Leave a Comment

You cannot copy content of this page