મોબાઈલમાં વપરાતા ઈયરબડ્સ :- સ્વાસ્થ્ય માટે જોખમી

Using wireless earbuds is dangerous for health🎧🎧❌

🎧🎧સ્વાસ્થ્ય માટે જોખમી ઈયરબડ્સ:વાયરલેસ ઈયરબડ્સનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી 🎧🎧❌; તેનાથી બ્રેન કેન્સર અને બહેરાશ જેવી બીમારીઓનું જોખમ રહે છે,

⏩જાણો તેનાથી બચવાની ટિપ્સ

  • ઈયરબડ્સમાંથી નીકળતા તરંગો બ્રેન🧠 ટિશ્યુને નુકસાન પહોંચાડે છે.😳
  • સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે વીડિયો જોવા અથવા ઓડિયો સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવો.✅

🎧🎧 બ્લૂટૂથ હેડફોનનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. માર્કેટમાં ઘણા પ્રકારના એરપોડ્સ, ઈયરબડ્સ અને વાયરલેસ નેકબેન્ડ મળી રહ્યા છે. નાન બ્લૂટૂથ હેડફોન હેન્ડી અને વાયરલેસ હોવાના કારણે લાઈફ સરળ તો થઈ જાય છે પરંતુ તેમાંથી નીકળતાં રેડિયો ફ્રિક્વન્સી (RF) રેડિએશન હેલ્થને નુકસાન પણ પહોંચાડે છે. એક રિસર્ચ અનુસાર, બ્લૂટૂથ ઈયરબડ્સના વધારે ઉપયોગથી બ્રેન કેન્સરનું જોખમ વધી શકે છે.

ધ યુનિવર્સિટી ઓફ કોલોરાડો’માં બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર જેરી ફિલિપ્સના રિસર્ચના અનુસાર

અમેરિકાની ‘ધ યુનિવર્સિટી ઓફ કોલોરાડો’માં બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર જેરી ફિલિપ્સના રિસર્ચના અનુસાર, બ્લૂટૂથ કે વાયરલેસ હેડફોન બ્રેન કેન્સરનું જોખમ વધારે છે. ઈયરબડ્સમાંથી નીકળતા તરંગો બ્રેન ટિશ્યુને નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત ન્યૂરોલોજિકલ, જિનેટિક ડિસઓર્ડર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. વાયરલેસ હેડફોનના વધારે ઉપયોગથી મેમરી પણ નબળી પડી શકે છે. બાળકો અને ગર્ભવતી મહિલાઓને તેનાથી વધારે જોખમ છે.

વાયરલેસ ઈયબડ્સના સતત અથવા લાંબા સમય સુધી ઉપયોગથી કેમ જોખમ છે????

હકીકતમાં બ્લૂટૂથ, રેડિયો ફ્રિક્વન્સી (RF) રેડિઅશનની મદદથી ફોન અથવા બીજા ડિવાઈસથી કનેક્ટ થાય છે. તેના કારણે બ્લૂટૂથ હેડફોનમાં કોઈ પ્રકારના કેબલ અથવા વાયર નથી હોતા. વાયરલેસ હોવાના કારણે વોકિંગ, એક્સર્સાઈઝ, અથવા બીજા કામ કરતા સમયે નાના ઈયરબડ્સથી વાત કરવી અથવા ગીત સાંભળવામાં સરળતા રહે છે.

ઈયરબડ્સમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક ફ્રિક્વન્સી આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. જેરી ફિલિપ્સે રિસર્ચ પહેલા લગભગ 42 દેશોના 247 વૈજ્ઞાનિકોએ વાયરલેસ ડિવાઈસમાંથી નીકળતાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સાથે સંબંધિત સ્વાસ્થ્ય અસર વિશે યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)માં અરજી કરી હતી, જેમાં વાયરલેસ ડિવાઈસમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ (EMF)ના સંપર્ક સાથે સંબંધિત અસર વિશે જણાવવામાં આવ્યું હતું.

 

વૈજ્ઞાનિકોના અનુસાર, નાના હેડફોનના રેડિએશન બ્રેન ટિશ્યુને ડેમેજ કરી શકે છે. લાંબા સમય સુધી તેના ઉપયોગથી બ્રેન કેન્સર પણ થઈ શકે છે. નાનાં ઈયરબડ્સ કાનની અંદર ઈન્સર્ટ કરવામાં આવે છે. તેના કારણે બ્લૂટૂથમાંથી નીકળતા રેડિએશન કાન અને મગજ બંને માટે જોખમકારક સાબિત થઈ શકે છે.

 

નાના બ્લૂટૂથ હેડફોનનાં જોખમો-

1. ન્યૂરોલોજિકલ બીમારી: સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રિપોર્ટ અનુસાર, નોન-આયનોઇઝિંગ રેડિએશનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં સતત રહેવાથી બ્રેન ટિશ્યુ ડેમેજ થવાની આશંકા હોય છે જે ન્યુરોલોજિકલ બીમારીઓનું કારણ પણ બની શકે છે.

2. બ્રેન કેન્સરઃ ઈયરબડ્સમાંથી નીકળતા રેડિએશન બ્રેન ટિશ્યુને નુકસાન પહોંચાડે છે, તે ઉપરાંત જો બ્રેનમાં પહેલાથી કોઈ ટ્યુમર છે તો રેડિએશન તેને વધારવાનું કામ કરે છે જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પણ જોખમ વધે છે.

3. કાનના પડદા પર ખરાબ અસરઃ હેડફોનના વધારે ઉપયોગથી કાનના પડદા પર પણ અસર પડે છે. સાઉન્ડથી કાનના પડદા પર સતત વાઈબ્રેશન થાય છે, જેનાથી પડદા ફાટવાની આશંકા રહે છે.

4. ઓછું સંભળાવું અથવા બહેરાશ આવવીઃ સતત લાંબા સમય સુધી વધારે વોલ્યુમમાં ગીત સાંભળવાથી ઓછું સાંભળવા જેવી સમસ્યા થાય છે. આપણા કાનની સાંભળાની ક્ષમતા માત્ર 90 ડેસિબલ છે, જે ધીમે ધીમે 40-50 ડેસિબલ સુધી ઘટી જાય છે. જેનાથી બહેરાશની ફરિયાદ થવા લાગે છે. ઘણી વખત વધારે અવાજથી હોર્નનો અવાજ પણ નથી સંભળાતો અને દુર્ઘટનાનો ભોગ બની જઈએ છીએ.

5. ઈન્ફેક્શનનું જોખમઃ કોઈ અન્ય હેડફોનના ઉપયોગથી કાનમાં ઈન્ફેક્શનનું જોખમ રહે છે. જો તમે ઈન્ફેક્શનથી બચવા માગો છો તો હંમેશાં તમારા હેડફોનનો જ ઉપયોગ કરો. જો કોઈ અન્ય હેડફોનનો ઉપયોગ કરવો પડે તો તેને પહેલાં સારી રીતે સાફ કરી લો.

6. ટિનિટસઃ આ એક એવી સ્થિતિ છે જેમાં દર્દીને સતત કાનમાં એક પ્રકારનો અવાજ સંભળાય છે. ઈયરફોન પર ફાસ્ટ વોલ્યુમમાં ગીત સાંભળવાથી તેની આશંકા વધી જાય છે. ડૉક્ટરોના મતે ફાસ્ટ વોલ્યુમમાં ગીત સાંભળવાથી કાનમાં ‘છન છન’ જેવો અવાજ આવે છે, ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે.

7. માથામાં દુખાવોઃ વાયરલેસ ઈયરબડ્સથી નીકળતાં રેડિઅશનના કારણે મગજ પર ખરાબ અસર પડે છે. ઘણી વખત માથામાં દુખાવો અથવા ઊંઘ ન આવવા જેવી સમસ્યા પણ થવા લાગે છે.

ઈયરબડ્સ ગર્ભવતી મહિલાઓ અને નાનાં બાળકો માટે વધારે જોખમકારક👧🧒🤰🤰

પ્રેગ્નન્સી દરમિયાન લાંબા સમય સુધી ઈયરબડ્સ પર ગીતો સાંભળવાથી અથવા લાંબા સમય સુધી વાતો કરવી વધુ નુકસાનકારક છે. કેટલાક રિસર્ચના અનુસાર, પ્રેગ્નન્સી દરમિયાન રેડિએશનવાળાં ગેજેટ્સનો ઉપયોગ માતા અને ગર્ભમાં ઊછરી રહેલાં બાળકો બંનેને નુકસાન પહોંચાડે છે. રેડિએશનની અસર, પ્રેગ્નન્સી લોસની આશંકા સામાન્ય કરતાં વધી જાય છે. જ્યારે તેની અસરથી જન્મ લેનાર બાળકમાં એક પ્રકારની ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાની આશંકા હોય છે. સંશોધકો ગર્ભવતી મહિલાઓને બ્લૂટૂથ ઈયરબડ્સ ઉપરાંત બીજા તમામ એવાં ગેજેટ્સથી દૂર રહેવાની સલાહ આપે છે જેનાથી નોન-આયનોઇઝિંગ ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિઅશન ઉત્પન્ન થાય છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં જ્હોન વેઇન કેન્સર ઈન્સ્ટિટ્યૂટના ન્યૂરો-ઓન્કોલોજિસ્ટ ડૉ. સંતોષ કેસરીના જણાવ્યા પ્રમાણે, બ્લૂટૂથ ઈયરબડ્સ બાળકો માટે વધારે જોખમકારક છે, કેમ કે બાળકોના માથાની તુલનામાં તે નાના હોય છે, તેથી બાળકોના બ્રેન સેલ્સને રેડિએશનનું જોખમ વધારે રહે છે. બાળકોને ઈયરબડ્સનો ઉપયોગ કરવાથી રોકવા જરૂરી છે.

પોતાની જાતને આ રેડિએશનથી કેવી રીતે બચાવવા.????

મોડર્ન ટેક્નોલોજી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આવા ડિવાસથી સંપૂર્ણપણે દૂર રહેવું શક્ય નથી, પરંતુ જો ઉપયોગ કરવો પડે તો આટલી બાબતોનું ધ્યાન રાખવું…

  • વાયર્ડ હેડફોન અને સ્પીકરનો વધારે ઉપયોગ કરવો
  • ફોનને 10 ઈંચ દૂર રાખીને વાત કરવી.
  • ઉપયોગમાં ન હોવા પર હેન્ડસેટ, ફોન, અન્ય ગેજેટ્સને શરીરથી દૂર રાખવા.
  • ઓશીકાની નીચે ફોન રાખીને સૂવું નહીં.
  • લાંબા સમય સુધી વીડિયો જોવા અથવા ઓડિયો સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવો.
  • ઉપયોગમાં ન હોય તેવા વાયરલેસ ડિવાઈસને કાન અને માથાથી દૂર કરી દો.
  • ઊંઘતા સમયે ફોન અને બીજાં ગેજેટને દૂર રાખો.
  • સસ્તા ઈયરફોનની જગ્યાએ સારી ક્વોલિટીના ઈયરફોનનો જ ઉપયોગ કરવો.
  • આખા દિવસમાં 60 મિનિટથી વધારે ઈયરફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.

વાચો NEWS::- BY દિવ્ય ભાસ્કર

મોબાઈલથી દુર રહેવાના ઉપાય માટે click here

ALSO READ  Why drink water on an empty stomach early in the morning..?????

Leave a Comment

You cannot copy content of this page