કોરોનાનો કહેર
“Covid-19” નો રોગ, લીધો બધાનો ભોગ.
કુદરતનો કહેર કે જીવનની નવી લહેર.
માનવની યાતના કે પ્રભુની આશના.
જીવનની બદલાયેલી રીત, મને લાગી પ્રભુની પ્રીત.
જીવન કેરો જંગ, સૌ માનવ કેરો સંગ.
કુદરત રૂઠે, માનવની આશા ઊઠે.
હવે કઈ કરીશું યાત્રા, બધી બંધ થઇ જાત્રા.
નથી સુજાતો રસ્તો, જે પહેલા હતો સસ્તો.
“Mask” નામનું વસ્તું, પડે છે લોકોને સસ્તું.
“Sanitizer” ની ઊડે મહેક, લાગે નવા અત્તરની લહેક.
દુનિયામાં હલચલ, માનવ હૃદયમાં ખલબલ.
હવે નથી રહેવાતું, કોઈને નથી કહેવાતું.
“Lockdown” નામનું તાળું, જે ક્યારેય ના લાગે સારું.
“Work from home” કેરી સુવિધા, હવે માનવને લાગે એક દુવિધા.
કોરોનાને હરાવીશું, માનવતાને જીતાડીશું.