Mobile- સ્વાસ્થ માટે નુકશાનકારક

શું તમે જાણો છો મોબાઈલ ફોનના મહત્તમ વપરાશથી બહેરાશ,ખીલ અને અનિદ્રાની બિમારી થઈ શકે છે.???

જરૂરિયાતનું સાધન બની ગયેલા સેલફોન પર કલાકોના કલાકો સુધી વાતો કરવાનું વળગણ જોવા મળે છે. આ કારણે સેલફોનની સ્ક્રીન ગરમ થઈ જાય છે જે ખીલ કે ફોડલીઓને ઉત્તેજન આપે છે. લાંબો સમય મોબાઈલ ફોન પર વાત કરવાથી કાન પાસેના ભાગમાં પરસેવો વળી જાય છે અને તેને કારણે ત્યાંની ત્વચા પર ફોડલીઓ થઈ શકે છે.

“મોબાઈલ ફોનના પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે સરેરાશ હેન્ડસેટ પર ટોઈલેટના ફલશ હેન્ડલ પર હોય તેના કરતાં ૧૮ ગણા વધુ જીવાણુ હતા” 

આથી જો મોબાઈલ ફોન પર લાંબો સમય વાત કરવી હોય તો હેન્ડ્સ  ફ્રીનો ઉપયોગ કરવો તથા ફોનને સલાઈન સોલ્યુશનથી સાફ કરવાની ટેવ પાડો. આજની સ્માર્ટ યંગ જનરેશન સ્માર્ટ ફોન વાપરવાનો જ આગ્રહ રાખતી હોય છે. જો કે , સતત સ્માર્ટ ફોનની સ્ક્રીન પર જોઈ જોઈને નજીકનું જોવામાં તકલીફ ઉદ્ભભવી શકે છે એવી ચેતવણી ઓથેલમોલોજિસ્ટસ આપે છે. આથી ફોનની સ્ક્રીન પર થોડો સમય જોયા બાદ પણઆંખ થાકી કે સોજી જાય તો આંખના ડોક્ટરની મુલાકાત લેવી અને સેલફોનનો ઉપયોગ ઓછો કરવો.

લાંબા સમય સુધી નાની સ્ક્રીન પર જોયા કરવાથી આંખ સુકાઈ જવાની, બળતરા થવાની કે ચેપ લાગવાની સંભાવના રહે છે. તે જ પ્રમાણે સ્માર્ટ ફોનના વધુ પડતા વપરાશને લીધે ચશ્માં પહેલાં આવી જાય છે.

ડોક્ટરો જણાવે છે કે , સેલફોનના ટેક્સની સાઈઝ મોટી કરવી . અંધારા કે ઓછા પ્રકાશવાળા રૂમમાં સેલફોનનો ઉપયોગ કરવો નહીં. એક સમયે ૧૫ મિનિટથી વધુ સમય માટે સેલફોનનો ઉપયોગ કરવો નહીં.

સ્માર્ટ ફોનથી આપણું પોશ્ચર બદલાઈ જાય છે. આપણે દરરોજ જે ક્રિયા કરીએ છીએ તે અનુરૂપ આપણું શરીર બની જાય છે. સેલફોન કે ટેબ્લેટ પરનું લખાણ વાંચવા માટે ગરદન અને ખભાને આગળની બાજુ ઝુકાવવા પડે છે. આની વિપરીત અસર કરોડરજ્જુના ઉપરના ભાગમાં થાય છે. અને ત્યાંની કેટલીક નસ દબાઈ જવાની શક્યતા પણ રહે છે. આ કારણે માથાનો દુખાવો , થાક અને ગરદન આનો ઉકેલ છે હેર્સ ફ્રી કિટ . આ ઉપરાંત ગરદન અને ખભાની કસરત કરવાથી પણ લાભ થાય છે.

નાના બાળકો જમતી વખતે મોબાઈલ જોવાની જીદ કરે છે તે ખૂબ નુકશાન કારક છે. 

Mobile- સ્વાસ્થ માટે નુકશાનકારક

મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી હડપચીની ચામડી લચી પડવાની સમસ્યા થઈ શકે છે . આજકાલ ત્રીસીમાં રહેલી મહિલાઓના ચહેરાના નીચેના હિસ્સાની ત્વચા ઢીલી પડી ગઈ હોવાનું જોવા મળે છે . વય વધવા સાથે ત્વચાની લવચીકતા ઓછી થતી જાય છે . તેમાં વળી કલાકો સુધી સેલફોન કે ટેબ્લેટ પર ગરદનને આગળ ઝૂકાવીને કામ કરવાથી હડપચીની ત્વચા બળી પડે છે. આથી શક્ય હોય ત્યાં સુધી સેલફોન કે ટેબ્લેટ આંખ સામે રાખીને કામ કરો જેથી ઝૂકવું ન પડે.

આજકાલ હેડફોન લગાવીને મોટા અવાજે સંગીત સાંભળવાનો ક્રેઝ યંગસ્ટર્સમાં વધી રહ્યોછે. પરંતુ આને લીધે કાનમાં બહેરાશ આવી શકે છે. આ બહેરાશને લીધે સામાન્ય વાતચીત દરમિયાન પણ સંભળાવવાનું સાવ ઓછું થઈ જાય છે. આથી ડોક્ટરો હેડફોન પર મોટા અવાજે સંગીત સાંભળવા સામે લાલ બત્તી ધરે છે.

કોમ્યુટર્સ , સેલફોન , લેપટોપ , ટેબ્લેટમાંથી બ્લયુ રંગની લાઈટ નીકળે છે જે મેલાટનિન હોર્મોનની કામગીરીમાં અવરોધ ઊભો કરે છે. નોંધનીય છે કે મેલાટોનિન ઊંઘ લાવવામાં મદદરૂપ બને છે. આથી જો તેની કામગીરી અવરોધાય તો ઊંઘ આવતી નથી.

ફોનને ચહેરાથી ૧૪ ઈંચ દૂર રાખવાથી અને તેની બ્રાઈટનેસ ઓછી કરવાથી આ સમસ્યા નિવારી શકાય છે. નિષ્ણાતોના મતે તો શક્ય હોય ત્યાં સુધી બેડરૂમમાં સેલફોનને લઈ જવો નહીં . તેના બદલે એલાર્મ ક્લોક વસાવી લેવું.

મોબાઈલ ફોન મારફત કોઈપણ જગ્યાએ રહેલી વ્યક્તિનો સંપર્ક કરી વાત કરી શકાય છે. આને સંવાદનું ઉત્તમ માધ્યમ ગણવામાં આવે છે. પરંતુ સેલફોન જ સંબંધોને કડવા બનાવવામાં નિમિત્ત પણ બને છે. મોટાભાગના સેલફોનધારકો ફોનમાં જ વ્યસ્ત રહે છે અને પાસે રહેલી વ્યક્તિની ઉપેક્ષા કરે છે. સેલફોનના એપ્લિકેશન જેટલા વધારે તેટલું પરિવારજનો કે મિત્રોથી અંતર વધારે. મનોચિકિત્સકો જણાવે છે કે ડિનર ટેબલ અને બેડરૂમમાં સેલફોન ન લઈ જવાથી સંબંધોની મીઠાશ જળવાઈ રહે છે.

ALSO READ  The stolen phone can be tracked even if it is switched off

1 thought on “Mobile- સ્વાસ્થ માટે નુકશાનકારક”

Leave a Comment

You cannot copy content of this page