-:પિતા-જીવનનો ધબકાર:-
પિતાનો વારસો સંભાળી લેજે,
જો થાય દુઃખ તો ટાળી લેજે.
જીવનમાં કર્યા સઘળા સંઘર્ષો તારા માટે,
ક્યારેક સમય મળે તો સાંભળી લેજે.
નથી ઈચ્છા મોટી તેમની,
જો યોગ્ય લાગે તો દિલથી અપનાવી લેજે.
આ છે કાર્ડ વગરનું ATM,
જરૂર પડે વગર વ્યાજે પૈસા માંગી તો લેજે.
તારી સિંહ જેવી ચાલ પર ગર્વ ન કર,
પરંતુ એ ગર્વ અપાવનાર પિતાને સંભાળી લેજે.
દવા લાગે કડવી, પણ થાય અસર બમણી,
એમ પિતાના વેણ નો કડવો ઘૂંટડો પી તો લેજે.
ઘણી વાર થાય મન દુઃખ તો કંઈ વાંધો નઈ!
નાનું બાળક બનીને ખુશ કરી તો દેજે.
હજી પણ સમય નથી ગયો,
યાદો માં રહી જાય એ પહેલા ચરણ સ્પર્શી તો લેજે.
પોતાના મોટા નામનું અભિમાન ન કર,
પિતાને જીવનનો આધારસ્તંભ બનાવી તો લેજે.
જો તું નઈ જાય તીર્થધામમાં તો ચાલશે!
પણ ઘરડાં પિતાના હૃદયમાં સાચું તીર્થ નિહાળી તો લેજે.
ક્ષણે ક્ષણે કરે ચિંતા, તેનાથી વ્યથિત ના થઈશ,
પિતા છે સાચો જીવન કેરો ધબકાર, એમ સમજી થોડું રડી તો લેજે..
BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)
SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)