આવી રહી છે મેઘરાજાની સવારી…

 

-:આવી રહી છે મેઘરાજાની સવારી:-

આવી રહી છે મેઘરાજાની સવારી.(૨)

ચમ-ચમ વીજળી ચમકે,

ગળ-ગળ વાદળ તો ગાજે,

કોયલના મીઠા ટહુકામાં રેલાયો તેનો રે રંગ.

મોરના રંગીલા પીંછા એ કૃષ્ણ મુકુટ સજાયો રે.

ટપ-ટપ વરસાદ વરસે ને ભીંજાયો હું,

હું ભીંજાયો, તું ભીંજાયો, દિલના અંગે-અંગ ભીંજાયા.

વરસાદના પાણીથી ધોવાઇ પાંદડા, ચમ-ચમ ચમકે.

ભીંજાયેલા વ્રુક્ષોની વચ્ચે, નિહાળ્યો સુરજ પડછાયો.

પડ્યો પ્રકાશ ધરતી પર, ને જગમગી ઊઠી ધરતી.

મેધરાજા આવે ને મધુર મહેક પ્રશરી જાય.

માટીની મધુર મહેક દિલ-દિલમાં સમાઈ જાય.

આવી રહી છે મેઘરાજાની સવારી.

ઉનાળાનો તાપ એ તો બળબળતો બપોર,

અસહ્ય ગરમીથી થઇ છિન્ન-ભીન્ન, જોતા તારી વાટ.

આકાશ તરફ મીંટ માંડી, ટાકી-ટાકી રે’તા.

ક્યારે આવે મેઘરાજા, ક્યારે આવે રીમઝીમ.

આ એક આશા રાખી, તારી રાહ જોતા.

મોરના ટહુકે, લોકો રંગડોળ ઉછળતા.

આવ્યા મારા મેઘરાજા, આવી રે ખુશહાલી.

આવી રહી છે મેઘરાજાની સવારી.(૨)

કાળા-કાળા રંગોથી ભરેલું વાદળ ગમગીલું,

અમના વરસે, અમના વરસે એ દ્રશ્ય હું નિહાળું.

મેઘ થાય જયારે નારાજ, થાય છે બધુય સંહાર.

આવી રહી છે મેઘરાજાની સવારી.(૨)

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

ALSO READ  વરસાદ ના વધામણા

Leave a Comment

You cannot copy content of this page