-:કોરોના પ્રલય:-
હોસ્પિટલો તો છે પણ, સુવાના બેડ નથી.
માનવી તો છે પણ, માનવતા નથી.
હવામાં ઓક્સિજન તો છે પણ, શરીરમાં નથી.
લાશોના ઢગલા છે પણ, ચિતા ખાલી નથી.
કુટુંબ તો છે પણ, સ્મશાનમાં જનાર કોઈ નથી.
લગ્નો તો થઈ રહ્યા છે પણ, અવાજ નથી.
માનવી મરી રહ્યો છે પણ, બેસનુંય નથી.
જન્મની ખુશી તો છે પણ, મરણ નો કોઈ ગમ નથી.
જીવવામાં તો રસ છે પણ, માનવને માનવમાં કોઈ રસ નથી.
ચિતાઓ ભડકે બળે છે પણ, કોઈ રડનાર નથી.
માત્ર પ્લાસ્ટીકનું આવરણ છે પણ, કોઈ હટાવનાર નથી.
વાહ રે કુદરત! ભલે આ પ્રલય નથી પણ, પ્રલય થી ઓછું પણ નથી.