કિમત પછી ખબર પડે..

અનુભવના આંગણે

કોરોના અને પ્રેમ થયા પછી ખબર પડે.

માણસની કદર ગયા પછી ખબર પડે.

મુસીબતમાં દોસ્તીની કિંમત થાય.

સમય આવે તો રૂના પૂમડાની પણ ગરજ પડે.

અહંકારથી ભરેલા માનવને, દુઃખમાં પ્રભુની,

અને સુખમાં પરિવારની કિંમત થાય.

માણસ છેતરાઈ જાય તો અનુભવની કિંમત થાય.

સમય આવે “માં-બાપ” નામનાં મોતીની કિંમત થાય.

દરિયો ડુબાડે, “માં-બાપ” ઉગારે તો ખબર પડે.

જીવનમાં સફળ થાઓ તો કડવા વેણની કિંમત થાય.

મનથી “મોજીલા”, તનથી “તંદુરસ્ત” માનવને કૃપાદ્રષ્ટિ ની કિંમત થાય.

ગુલામીમાં ક્રાંતિવીરોની કિંમત થાય.

ભણતરમાં “જ્ઞાન” અને મરણ પછી “માન” ની કિંમત થાય.

ઉકળતા ઉનાળામાં વ્રુક્ષની છાયાની કિંમત થાય.

તરસ્યાને “પાણી” ભૂખ્યાને “ભોજન” ની કિંમત થાય.

તહેવાર માં પરિવારની, વહેવારમાં માણસની કદર થાય.

અંધારામાં “પડછાયાની”, મરણ પથારીએ સ્વજનોની કિંમત થાય.

દુઃખનો કાંટો વાગે તો “માં” ના વાત્સલ્યની કિંમત થાય.

અને દુઃખમાં પિતાની છત્ર છાયાની કિંમત થાય.

આ બધું પામવા અનુભવના આંગણની કિંમત થાય.

 

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

ALSO READ  આવી રહી છે મેઘરાજાની સવારી...

Leave a Comment

You cannot copy content of this page