પ્રેમની ભીંનાશ

 

પ્રેમની ભીંનાશ

પ્રથમ વર્ષા માં મન મળ્યું, તન ડોલ્યું,

ભીંજાઈ આખો અને તેમાં યાદો.

યાદોનો મહેક, અને વર્ષા ઋતુની લહેક,

કંઈક તો છે બંનેની સામ્યતા!

ના જોવાયું, પણ તેથી ના રહેવાયું.

યાદ આવી ગઈ, બધે તું છવાઈ ગઈ.

યાદો ને દિલમાં સમાવી, દિલોના તારનું તોરણ બાંધ્યું.

ભીંજાઈ ગયું હૈયું, આવી ઋતુ આવી.

ના રહેવાયું, ના કોઈને કહેવાયું, ભીંજાઈ જવાયું.

ઊડી ડમરી ની મહેક, લાગે હૈયાના વમળોની ચહેક.

કરો સંગીતના સાત સુરોની વાત,

હવે શું કરું મેઘધનુષ્ય ના સંગોની વાત!

આવ રે વરસાદ, સંગીત કેરો સાદ.

મોસમ ની ભીંનાશ કે કુમળા હૃદય કેરી આશ.

મનની ભાંગી નાખે તલાશ, લઇ લો હવે હળવાશ.

ના લાગે બીજાનું, જ્યાં પરોવાઈ હૃદય આપનું.

જેમ-તેમ, આવન-જાવન કરે નાદ.

હવે બોલાવી લ્યો પ્રકૃતિ કેરો સાદ.

હળવી-હળવી ડમરી લાગે પાંપણ પલકાર.

નાચે મોર, કળા કરી હરખાય.

નાદ કરે ધરતીપુત્ર, માના પ્રેમ ને પામે.

તૃપ્ત કરી હળવું હૈયું, અંકુરણ પામે.

ડોકિયું કરે લીલોતરી, નવો રંગ પામી,

જાણે નુત્ય કરે નર-નારી.

રાહ નિહાળે પ્રેમિકા, અંતર મન હરખાય.

મન મુકીને વર્ષો જાણે પ્રેમ-કળી ખીલી જાય.

 

 

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

ALSO READ  જય ગણેશા, જય હો ગણેશા.

Leave a Comment

You cannot copy content of this page