તોફાની કાનુડો

 

તોફાની કાનુડો

શ્રાવણ આવ્યો, કાનુડાને લાવ્યો.

મનને ગમ્યો, તનમાં વસ્યો.

ચંચળ છટા, શ્યામ ઘટા.

ઘટ-ઘટમાં છવાયો, હૃદયમાં સમાયો.

tofani kanudo

વાંસળીનો સુર,

હવે ન કરશો દૂર.

સુરની કમાલ,

હવે કરીલો ધમાલ.

ગોકુળમાં લગાડી માયા,

બદલી બધાની કાયા.

રાધા સાથે રમ્યો,

પણ સૌના મનને ગમ્યો.

પંજરી-માખણની મોજ,

હવે કરીલો રોજ.

સંસારની મોહમાયા છોડો,

હવે તો હાથ નટખટ ને જોડો.

જન્માષ્ટમી ઊજવીએ આજ,

તોફાની કાનુડાને કાજ.

મારી અન્ય કાવ્ય રચના પણ અચૂક વાચો.મનોમંથન કાવ્યો

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

ALSO READ  MAHADEV SHIV SHANKAR

Leave a Comment

You cannot copy content of this page