મોહન ગિરધારી

 

મોહન ગિરધારી

લાગે વાત મને તારી નિરાળી,

એ તો મોહન ગિરધારી… ગિરધારી.

પી લો વાંસળીના સુરની પ્યાલી,

shree krishna

એ તો મોહન ગિરધારી… ગિરધારી.

ગોકુળિયા ગામની વાત છે નિરાળી,

વૃંદા તે વનમાં રાસ જે રમાડી,

એ તો મોહન ગિરધારી… ગિરધારી.

શરદ પૂનમની અજવાળી રાતમાં,

ચાંદલીયો ખીલ્યો છે, જુદા-જુદા ભાતમાં,

એ તો મોહન ગિરધારી… ગિરધારી.

મોહન ના સ્વાગમાં રાધા રૂપાળી,

હૃદય કમળમાં વાંસળી વગાડી,

એ તો મોહન ગિરધારી… ગિરધારી.

ગોકુળીયા ગામમાં ગો-ધન વાળી,

માખણ ચોરી કરે દૌડવા વાળી,

એ તો મોહન ગિરધારી… ગિરધારી.

સૌને લાગે તારી લીલા નિરાળી,

ભક્તોની ભક્તિને પાવન કરનારી,

એ તો મોહન ગિરધારી… ગિરધારી.

 

મારી અન્ય કાવ્ય રચના પણ અચૂક વાચો.મનોમંથન કાવ્યો

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

ALSO READ  કિમત પછી ખબર પડે..

Leave a Comment

Thank you for visiting the website

You cannot copy content of this page